CET પરીક્ષા - ગુજરાતી: લાગણી (ભાવ) ઓળખાવો
1). "અરેરે! બિચારું પક્ષી ઘાયલ થઈ ગયું." - આ વાક્યમાં કયો ભાવ પ્રગટ થાય છે?
જવાબ: દયા
2). "શાબાશ! તેં તો આજે મેદાન મારી લીધું." - આ વાક્યમાં કયો ભાવ છે?
જવાબ: પ્રશંસા
3). "બાપ રે! આટલો મોટો અજગર?" - અહીં કયો ભાવ જોવા મળે છે?
જવાબ: ભય
4). "હટ! અહીંથી દૂર ચાલ્યો જા." - આ વાક્યમાં કયો ભાવ છે?
જવાબ: ધિક્કાર
5). "વાહ! કેટલું સુંદર અને મનોહર દ્રશ્ય છે!" - આ વાક્ય કયો ભાવ દર્શાવે છે?
જવાબ: આશ્ચર્ય/આનંદ
6). "છી! આટલી બધી ગંદકી અહીં કેમ છે?" - અહીં કયો ભાવ છે?
જવાબ: અણગમો
7). "ખબરદાર! જો ડગલું પણ આગળ ભર્યું છે તો!" - આ વાક્ય કયો ભાવ દર્શાવે છે?
જવાબ: ચેતવણી/ક્રોધ
8). "ભલે પધાર્યા, તમારા આવવાથી મને ખૂબ ખુશી થઈ." - અહીં કયો ભાવ છે?
જવાબ: આવકાર/આનંદ
9). "હાય હાય! હવે શું થશે? બધું જ નાશ પામ્યું." - આ વાક્યમાં કયો ભાવ છે?
જવાબ: શોક/નિરાશા
10). "ઓહો! તમે ક્યારે આવ્યા? ખબર પણ ના પડી." - અહીં કયો ભાવ છે?
જવાબ: આશ્ચર્ય
11). "બિચારા ગરીબ માણસને ખાવા પણ મળતું નથી." - લાગણી ઓળખો.
જવાબ: કરુણા
12). "ખામોશ! એક શબ્દ પણ વધુ બોલ્યો તો યાદ રાખજે." - લાગણી ઓળખો.
જવાબ: ક્રોધ
13). "જોતજોતામાં આટલી બધી પ્રગતિ થઈ ગઈ!" - ભાવ કયો છે?
જવાબ: અચરજ
14). "મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો." - આમાં કયો ભાવ છે?
જવાબ: પસ્તાવો
15). "ચાલ, આજે તો આપણે ખૂબ મજા કરીશું!" - આમાં કયો ભાવ છે?
જવાબ: ઉત્સાહ
16). "ધન્ય છે તારી જનેતાને, જેણે આવા વીર પુત્રને જન્મ આપ્યો." - ભાવ જણાવો.
જવાબ: ગર્વ/ગૌરવ
17). "હે ભગવાન! આ ગરીબનું કોણ બેલી?" - લાગણી ઓળખો.
જવાબ: કરુણા
18). "શું વાત છે! તમે તો કમાલ કરી દીધી." - અહીં કયો ભાવ છે?
જવાબ: આશ્ચર્ય/વખાણ
19). "મારી સામેથી ચાલ્યો જા, મોઢું પણ ના બતાવીશ." - ભાવ કયો છે?
જવાબ: ક્રોધ
20). "અરે, આ રસ્તો ક્યાં જતો હશે?" - અહીં કયો ભાવ છે?
જવાબ: જિજ્ઞાસા/શંકા
21). "કેટલું ગંદું પાણી છે! પીવાય જ નહીં." - ભાવ ઓળખો.
જવાબ: અણગમો
22). "મને ખબર જ હતી કે તું જ આ કામ કરીશ." - ભાવ જણાવો.
જવાબ: વિશ્વાસ
23). "મારે હવે કોઈની જરૂર નથી, હું એકલો જ કાફી છું." - ભાવ કયો છે?
જવાબ: અહંકાર/અભિમાન
24). "અરે વાહ! આપણી ટીમ જીતી ગઈ!" - અહીં કયો ભાવ છે?
જવાબ: હર્ષ/આનંદ
25). "કેમ આટલો મોડો આવ્યો? જવાબ આપ." - ભાવ જણાવો.
જવાબ: ગુસ્સો
26). "શું હું આ સ્પર્ધામાં ભાગ લઈ શકીશ?" - ભાવ કયો છે?
જવાબ: શંકા/જિજ્ઞાસા
27). "તુ અહીં કેમ બેઠો છે? જા અહીંથી." - ભાવ કયો છે?
જવાબ: નફરત
28). "માફ કરજો, મારાથી ભૂલથી તમારો કાચનો ગ્લાસ તૂટી ગયો." - અહીં કયો ભાવ છે?
જવાબ: પસ્તાવો
29). "આજે તો આપણે આકાશ પાતાળ એક કરી દઈશું!" - ભાવ કયો છે?
જવાબ: ઉત્સાહ
30). "જોજે હોં! અંધારામાં ત્યાં જતો નહીં." - ભાવ કયો છે?
જવાબ: ચેતવણી/ભય
31). "કેટલું સુંદર ફૂલ ખીલ્યું છે!" - ભાવ ઓળખો.
જવાબ: પ્રશંસા
32). "મારો ભાઈ ખૂબ જ દયાળુ છે." - ભાવ કયો છે?
જવાબ: પ્રેમ/ગર્વ
33). "તું તો સાવ ઠોઠ છે, તને કશું આવડતું નથી." - ભાવ જણાવો.
જવાબ: તિરસ્કાર/ધિક્કાર
34). "ઓ માં! મને તો બહુ જ બીક લાગે છે." - લાગણી ઓળખો.
જવાબ: ભય
35). "કેમ બચુડો અહીં રડે છે?" - અહીં કયો ભાવ છે?
જવાબ: મમતા/વાત્સલ્ય
36). "હશે, હવે જે થયું તે થયું." - ભાવ જણાવો.
જવાબ: સંતોષ/સહનશીલતા
37). "તેણે તો આખી જિંદગી કષ્ટ વેઠ્યું." - અહીં કયો ભાવ છે?
જવાબ: કરુણા
38). "આટલો બધો કચરો કોણે નાખ્યો?" - ભાવ જણાવો.
જવાબ: ક્રોધ/અણગમો
39). "હું ચોક્કસ પ્રથમ નંબરે પાસ થઈશ." - ભાવ જણાવો.
જવાબ: આત્મવિશ્વાસ
40). "તારી આટલી હિંમત? મને સામે જવાબ આપે છે?" - લાગણી ઓળખો.
જવાબ: અહંકાર/ક્રોધ
41). "તમારા જેવો માણસ આ દુનિયામાં બહુ ઓછો હોય છે." - ભાવ જણાવો.
જવાબ: આદર/પ્રશંસા
42). "શું તું ખરેખર સાચું બોલે છે?" - લાગણી ઓળખો.
જવાબ: શંકા
43). "હું ખૂબ જ નસીબદાર છું કે તમે મારા મિત્ર છો." - લાગણી જણાવો.
જવાબ: આભાર/કૃતજ્ઞતા
44). "અરે તું તો સાવ પાગલ છે!" - ભાવ કયો છે?
જવાબ: મજાક
45). "હું આ પર્વત જરૂર ચઢીશ!" - ભાવ જણાવો.
જવાબ: દ્રઢ નિશ્ચય
46). "મારે કોઈની સાથે વાત નથી કરવી, મને એકલો છોડી દો." - લાગણી ઓળખો.
જવાબ: નિરાશા/ઉદાસી
47). "જિંદગી જીવવાની કેટલી મજા છે!" - ભાવ જણાવો.
જવાબ: સકારાત્મકતા/આનંદ
48). "મને લાગે છે કે ત્યાં કંઈક તો ગડબડ છે." - લાગણી ઓળખો.
જવાબ: શંકા
49). "કેવો સરસ ટહુકો કરે છે આ કોયલ!" - ભાવ જણાવો.
જવાબ: પ્રશંસા
50). "તારી પ્રગતિ જોઈને મને ખૂબ જ આનંદ થયો." - ભાવ જણાવો.
જવાબ: હર્ષ
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment